અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપ યોજાયો હતો.અંકલેશ્વરના ચૌટા નાકા સ્થિત અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિયામક ગ્રંથપાલ ગુજરાત સરકાર તથા ઉપ સચિવ,રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સુનિલ સલૂજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.