This browser does not support the video element.
શહેરા: શહેરામાં વરસાદી માહોલ વચ્ચે ગણેશ પંડાલમાં લોકોએ ડાયરાની મોજ માણી હતી
Shehera, Panch Mahals | Aug 31, 2025
શહેરામાં શનિવારની મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો,જેને લઈને મધ્ય રાત્રિએ ગાજવીજ સાથે વરસેલા ધમાકેદાર વરસાદથી શહેરામાં ૪ ઈંચ જેવો નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલ વચ્ચે શહેરામાં ગણેશ મહોત્સવના પંડાલમાં ડગબર સમાજના લોકોએ ડાયરાની મોજ માણી હતી,જેની વાત કરીએ તો શહેરામાં ડગબર સમાજ દ્વારા રાત્રિના સમયે ગણેશ મહોત્સવના પંડાલમાં ડાયરાનું આયોજન કરાયું હતું.