ખંભાત શહેરમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન જનમેદની ઉમટી હતી.શહેરમાં 150થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન દરિયા કાંઠે તેમજ કુત્રિમ વિસર્જન કુંડમાં કરવામાં આવ્યું હતું.સરદાર ટાવર પાસે વિશાળ કદની અવનવી ગણેશજીની મૂર્તિઓએ આકર્ષણ જમાવ્યું હતું.વિસર્જન યાત્રા દરમિયાન જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,એલ. સી.બી, એસ. ઓ. જી, પી. આઈ, પી.એસ.આઈ સહીત રેપીડ એક્શન ફોર્સની ટીમો તૈનાત કરાઈ હતી.તંત્ર દ્વારા દરિયા કાંઠે ક્રેનની વ્યવસ્થા ઉભી કરાઇ હતી.