અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ની ઉજવણી અને શ્રી ગણેશ શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં રમતગમત કાર્યક્રમો યોજાશે, જ્યારે ગણેશ પંડાલ સ્પર્ધામાં વિજેતાઓને રૂ. ૫ લાખ સુધીના ઇનામો આપવામાં આવશે.