ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે પાર્ટી સમાજની વચ્ચે રહે છે અને દરેક સંકટમાં સાથ આપે છે. છત્તીસગઢમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભાજપ કમલમથી રાહત સામગ્રી મોકલી રહી છે. મુખ્યમંત્રીએ છત્તીસગઢમાં રાહત સામગ્રી મોકલવા માટે લીલી ઝંડી આપી હતી. આજે રાહત કીટના 5 ટ્રક રવાના થયા છે, જેમાં તેલ, ચા, મીઠું, ચોખા, દૂધ પાવડર, મચ્છરદાની, વાસણો, ડુંગળી, બટાકા સહિત 8 હજાર કીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તુવેર દાળ, દવાઓ મુકલી.