સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાયેલ ભાતીગળ લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે ત્યારે મેળામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરવા માટે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે મંગળવારે સાંજે મેળાની મુલાકાત લીધી હતી અને મેળામાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓ પાસેથી મેળામાં પોલીસ બંદોબસ્ત અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા