સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખૂટવાડા ગામના ૧૪ વર્ષીય બ્રેઈનડેડ અમિત રોહિદાસ પાવરાના લીવર, હ્રદય અને બે કિડનીના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૭મુ સફળ અંગદાન થયું છે.મૂળ મહારાષ્ટ્રના ખુટવાડા રાજબરડી, તા.દંડગાંવ, જિ.નંદુરબારના વતની અમિત પાવરા તા.૨૨મી ઓગસ્ટના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બાઈક લઈને દંડગાંવ જઈ રહ્યો હતો, ત્યારે સામે આવતી.