લસકાણાના વિપુલ નગર ખાતે આવેલા કચરાના ઢગમાંથી અજાણ્યા યુવકનું માથું મળી આવતા સ્થાનિક પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.ગુરુવારે બપોરે એક કલાકે બનેલી આ ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા નજીકના એક મકાનમાંથી યુવકનું ધડ પણ મળી આવ્યું હતું.જે જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. અજાણ્યા ઇસમોએ હત્યા કરી લાશ ફેંકી દેતા પોલીસે તપાસ આરંભી હતી.લાશની ઓળખ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.