નડિયાદ પંથકની પરિણીતાએ અભયમને કોલ કરી મદદ માગી. પતિ રોજ દારૂ પીને ઘરે આવી મને અને બાળકોને માર મારી કાઢી મૂકે છે.નડિયાદમાં રહેતી એક મહિલાના લગ્ન 19 વર્ષ અગાઉ થયા હતા. જોકે, પતિ દારૂ પીને તેની સાથે તકરાર અને મારઝુડ કરતો હોવાથી પરણિતા ત્રાસી ગઇ હતી. મહિલાથી પતિનો ત્રાસ સહત ન થતાં અને પતિએ ફરી દારૂ પીને આવી પરિણીતા અને બાળકોને હેરાન કરતાં પરણિતાએ 181 અભયમની મદદ માંગતાં ટીમે સ્થળ ઉપર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.