રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં એક મહિલાએ જાહેરમાં અગમ્ય કારણોસર એક બાઇકમાં તોડફોડ કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં મહિલા બાઇકના ટાંકી પર ઊભી રહીને તેને નુકસાન પહોંચાડતી સ્પષ્ટ જોવા મળી રહી છે.