સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તમામ નદી-નાળાઓ છલોછલ થયા છે. ત્યારે ઢેબર સરોવર ના દરવાજા ખોલાતા રવિવાર સાંજે 4 વાગે ખેરોજ પાસેથી પસાર થતી સાબરમતી નદી ગાંડીતૂર બની હતી. જેને લઈને સાબરમતી બ્રિજ ઉપર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે સાબરમતી નદી ભયજનક સપાટી ઉપર વહેતા સ્થાનિકો સહિત પર્યટકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી.