પંચમહાલ જિલ્લા ભાજપા મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ને લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જે અંતર્ગત જાંબુઘોડા તાલુકા ભાજપા કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાનારા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનને અનુલક્ષીને કાર્યશાળાનું આયોજન તા.12 સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું જેમા જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા