ગુજરાત સહિત દેશભરમાં પ્લાસ્ટિક થી થતુ પ્રદૂષણ અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને પ્રાંતિજના દલપુર ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એક એનજીઓના સહયોગ થકી પ્લાસ્ટિકની બોટલો જમા કરાવનાર પદયાત્રીઓને સ્ટેનલે સ્ટીલની પીવાના પાણી માટેની બોટલો નું વિતરણ કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે જોકે આ કેમ્પમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન હાજર રહ્યા હતા