ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અમદાવાદના વાસણા બેરેજમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેની લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીકાંઠાના વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે અને હજુ પણ પાણી બધા છોડવામાં આવશે તો કેટલાક ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.