જુનાગઢ કૃષિ યુનિવર્સીટી પોરબંદર ખાતે ટેકનોલોજી વીક અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે મગફળી પાક પરિસંવાદ તથા એસ.ટી.આઈ.એચ.એલ પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.જેમાં મગફળીમાં વૈજ્ઞાનિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ખેતીના વિવિધ પાસામાં અગ્રેસર એવા 6 પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ તથા 13 ખેડૂતોને પ્રશસ્તીપત્ર અપાયા હતા