અંકલેશ્વર શહેરનોમુખ્ય માર્ગ એટલે કે ચૌટા નાકથી ભરૂચી નાક સુધીનો માર્ગ ખખડધજ થઇ ગયો છે.જેઅંગે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ રસ્તો બનાવવા માટે તંત્રદ્વારા કોઈ જ કામગીરીકરવામાં આવી નથી.અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે શહેરના એક જાગૃત નાગરિક વિનય પટેલ દ્વારા બિસ્માર માર્ગથી પરેશાન થઈને તારીખ-20મીઓગષ્ટની મોડી સાંજ બાદ ભાજપના ઝંડા રસ્તા પર પડેલા ખાડામાં મૂકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.