છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.તેમજ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસ્યો પણ છે.ત્યારે મહેસાણા જિલ્લામાં હજુ સુધી સીઝનનો જોવે તેટલો વરસાદ પડ્યો નથી.તેમજ ખાસ કરીને કડી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.ત્યારે આજ રોજ 21 ઓગસ્ટના રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.તેમજ ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી.ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી જવા પામી.