આણંદ પાસેના કરમસદ ગામે રહેતા ઠગ શખસે વૃદ્ધને ચેક રિટર્નના કેસમાં ધરપકડ કરવાના બહાને ધરપકડ વોરંટનું મૌખિક કહીને અલગ-અલગ સમયે કુલ રૂપિયા 3.38 લાખ પડાવ્યા હતા. જેમાં પોલીસે આરોપી શખસના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં પુનઃ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને જામીન પર છોડી મૂક્યો. હતો. નોંધનીય છે કે શખસ પ્રેસનું કાર્ડ પોલીસના નામે બતાવી ઠગતો હતો.