ગત ૧૯ની સવારે મોર્નિગ વોક માટે નીકળેલા પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક નું બે શખ્સોએ જુની અદાવત ની રીસ રાખી બાકરોલ તળાવના વોકિગ ટ્રેક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.બનાવના ગણતરીના કલાકોમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આજે બનાવ સ્થળે બંને આરોપીઓને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આ સમયે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા