વડતાલધામમાં શ્રાવણમાસપર્યંત શ્રી હરિકૃષ્ણમહારાજને ૩૭.૫૦ લાખ તુલસીપત્ર અર્પણ કરાયા. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત ૩૦ દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ પ્રમાણે પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત ૧૨ ભૂદેવોએ કુલ ૩૭,૫૦,૦૦૦ દ્વિદલ તુલસીપત્રો અર્પણ કર્યા હતાં.