હાલોલના પાવાગઢ બાયપાસ રોડ ઉપર જેપુરા વિરાસત વન નજીક માંડવી અને મુવાડી ગામ વચ્ચે આજે શુક્રવારે બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો.ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારતા અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.જેમા તમામ ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા