મુન્દ્રાના સમાઘોઘા સ્થિત જિંદાલ સો પાઇપ એકમમાં ફરજ બજાવતા 600 શ્રમિકો ને સાગમટે પાણીચું આપવામાં આવતા ગિન્નાયેલા મજૂરોએ કંપનીના ગેટ સામે હલ્લા બોલ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડયો હતો. ત્યાર બાદ સ્થાનિક પ્રતિનિધિઓએ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે વાટાઘાટ કરી જો તમામ શ્રમિકો ને પરત ફરજપર ન લેવાય તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થળ પર થી