આણંદ નજીક આવેલા કરમસદ ગામે રહેતા એક લેન્ડ ડેવલપરને ૧૪ લાખના ચેક રીર્ટન કેસમાં આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે ચેકની રકમ ફરિયાદીને ૩૦ દિવસની અંદર વળતર તરીકે ચુકવી આપવી, નહીં તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.