અમદાવાદના નારોલમાં અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો. મંગળવારે 2 વાગ્યાની આસપાસ પ્રેમિકાને મળવા માટે આવ્યો અને યુવકે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટનામાં યુવતીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ છે. યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો.મધ્યપ્રદેશથી આવીને યુવકે ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો.