ગણેશ ચતુર્થીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હિમંતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શિલ્પકારો દ્વારા સ્ટોલો સજાવાયા છે.શિલ્પકારોએ ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે.શિલ્પકારોએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય અને વિસર્જન ઘેર જ સરળતાથી કરી શકાય.પર્યાવરણપ્રેમી આ પહેલને કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.