This browser does not support the video element.
આણંદ શહેર: લોટીયા ભાગોળ વિસ્તારમા જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી લેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Anand City, Anand | Sep 9, 2025
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ કીર્તીરાજ પાપડની સામે આવેલી ૧૨૨૦ ચોમી જગ્યા પચાવી પાડતાં જિલ્લા કલેકટરના હુકમ આધારે આણંદ શહેર પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.બાકરોલ ગામમાં રહેતાં અશોકસિંહ રતનસંગભાઈ વેગડે આણંદ લોટીયા ભાગોળ ખાતે આવેલા કીર્તીરાજ પાપડની સામેની ૧૨૨૦ ચોમી વાળી જમીન વર્ષ-૨૦૨૨માં મુળ માલીક હસમુખભાઈ ઇશ્વરભાઇ પટેલ(હાલ રહે.અમેરિકા) પાસેથ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.