વ્યારા તાલુકાના છેવડી ગામના પશુપાલન કરતા વૃદ્ધ પશુઓ માટે ઘાસ ચારો લેવા ગયા ત્યારે ઝાંખરી નદીમાં તણાયા.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના છેવડી ગામના પશુપાલન કરતા વૃદ્ધ વીરીયાભાઈ ગામીત ઝાંખરી નદી કિનારે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા.ત્યાં નદીના વહેણ માં પગ લપસી જતા તણાઈ ગયા હતા.જેમાં તેમનું મૃત્યુ થતા માર્થાબેન ગામીત એ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.