અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર, જિલ્લા એસપી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સચિવ દ્વારા રથ ખેંચીને મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે યાત્રિકો ને દર્શન,ભોજન,પાર્કિંગ વિસામો,સુરક્ષા દરેક ક્ષેત્રે કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે .