દસાડા તાલુકાના પાટડી-જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસે બે ટ્રક વચ્ચે સામસામે અથડાવા પામી, જેમાં એક ડ્રાઈવરનું મોત થયું. અકસ્માત એટલો ભયંકર હતો કે ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો, જેની લાશ બહાર કાઢવા પતરાં કાપવા પડ્યા. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા, જેમને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયા. પાટડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુન્હો નોંધ્યો અને ટ્રાફિક જામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. હાઈવે પર ટ્રાફિક નિયમિત કરવામાં આવ્યું.