હાલોલ તાલુકાના ગઈકાલે શુક્રવારે રાત્રિના આઠ કલાકે નજીવી બાબતે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં ઉજેતી ગામે રહેતા પંકજભાઈ ચૌહાણ પોતાના સગા કાકાને ત્યાં પોતાની આપેલી કોદાળી પરત લેવા ગયા હતા. જે બાબતે તેઓના કાકીએ તેઓને જેમ તેમ બોલી ગાળો બોલી હતી. અને તેઓના કાકાના દીકરા અને કાકાની દીકરીઓએ તેઓને તેમને અને તેઓના પત્ની રેખાબેનને માર માર્યો હતો.જેમાં પંકજભાઈને તેઓના કાકાના દીકરાએ ટોમી માથામાં અને પગમાં મારી દીધી હતી. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.