તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 13 હજાર 210 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી હતી.રવિવારના રોજ 3 કલાકે ડેમની સપાટી 335.96 ફૂટ પર પોહચી હતી.જ્યારે ઉપરવાસ માંથી 97 હજાર 318 ક્યુસેક પાણી આવી રહ્યું હોય જેને લઈ રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા.