વાલિયા પંથકમાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે.આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે વાલિયા ગામના એકલવ્ય ગ્રૂપ સહિતના ગણેશ મંડળોએ શુભ મુર્હતમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે દશ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે.