વ્યારા ડીવાયએસપી કચેરી ખાતેથી ખંડણી માંગવાના વાલોડના પ્રકરણ અંગે માહિતી અપાઈ.તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી વાલોડ તાલુકાના આદિવાસી પંચ ના આગેવાન લાલસિંગ ગામીત વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ અંગે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા શનિવારના રોજ 4.30 કલાકે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.