પડાણા નજીક લૂંટના ઇરાદે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ, પોલીસે ત્રણેય આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ, રમઝાન અલીમામદ ચાવડા અને ઓસમાણ ઉર્ફે ઓમા હાજી સાંધાણીને ગુના સ્થળે લઈ જઈ પંચનામુ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓને ઘટના સમયે તેઓ કેવી રીતે આવ્યા, કયા સ્થળે યુવાનને રોક્યો અને કેવી રીતે છરીના ઘા મારી હત્યા કરી તેનું નાટ્યકરણ કરાવ્યું હતું. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે આરોપીઓએ કયા સંજોગોમાં હત્યાને અંજામ આપ્યો હતો.