છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે ગોધરા તાલુકાના કાંકણપુરથી છકકડીયા રોડનો બેફામ ઉપયોગ કરી રહેલા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય વ્યાપ્યો હતો. સ્થાનિક રહીશોએ આ અંગે નિયંત્રણ લાવવા માટે રજૂઆત કરી હતી, સાથે જ પબ્લિક એપએ સમગ્ર સમસ્યાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેને પગલે RTO વિભાગે છકકડીયાથી કાંકણપુર રોડ પરથી પસાર થતાં ટ્રકોને રોકીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન કરાઈ હતી.