માંગરોળ તાલુકાના વાંકલ ખાતે નવરાત્રી ના પ્રારંભે આદિવાસી સમાજના ઘેરૈયા ઓ એ પરંપરા મુજબ નવ દિવસની માતાજીની ઉપાસના શરૂ કરી છે માંગરોળ તાલુકાના કારાવડ મોટી ફળી ગામના આદિવાસી સમાજ ના યુવકો વડીલો દ્વારા પ્રતિવર્ષ નવલા નવરાત્રી દરમ્યાન સ્ત્રી વેસ ધારણ કરી ગામે ગામ ઘરે ઘર ગરબાની રમઝટ બોલાવે છે અને નવ દિવસ પૂર્ણ થતા જ પોતાના ગામમાં માતાજીના સ્થાન કે આવી પૂજા અર્ચના કરી અપવાસ ઉપાસના પૂર્ણ કરે છે