ડાકોરના નાની ભાગોળ વિસ્તારમાં રહેતા યુવાનની છેલ્લા ચાર માસથી એક પરણી મહિલા સાથે પ્રેમ સંબંધ હતો મહિલાના પતિને આ વિશે જાણ થતા તેણે ગુસ્સામાં પોતાની સાથે પાંચ જેટલા સાથીદારો બોલાવી યુવકના ઘર પાસે પહોંચ્યો હતો અને યુવક પર લાકડી અને છપ્પા વડે હુમલો કર્યો હતો. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે ડાકોર પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.