વિજાપુર ગોવિંદપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ ના મંદિરે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી મંદિર ના બનાવેલ શિખર ઉપર વીજળી પડતા મંદિર ના શિખર ઉપર તિરાડો પડી જવા પામી હતી. તેમજ મંદિર ના કળશ સહિત શિવલિંગ નુકશાન થયું હતું તો કેટલાક ઘરો માં ઉપકરણો ને પણ નુકશાન થવા પામ્યું હતુ. જેને લઇ ગ્રામજનો આજરોજ રવિવારે સવારે અગિયાર કલાકે મંદિરે દોડી આવ્યા હતા. અને કુદરતી પડેલી વીજળી ની આફત માંથી મહાદેવે ગ્રામજનો ને બચાવી લેવાની શ્રઘ્ધા વ્યક્ત કરી હતી.