સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરત પડી રહ્યો છે ત્યારે આગાહી મુજબ લાખણી તાલુકામાં આજે મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ અત્યારે પવન સાથે પડી રહ્યો છે જેમાં 4 ઇંચ થી વધુ વરસાદ ખાબકતા ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં છે જે જનજીવન ઉપર અસર કરી છે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે આ મુશળધાર પવન સાથેના વરસાદે ક્યાંક વીજ પોલ અને ક્યાંક વૃક્ષઓ પણ ધરસાઈ થયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ખેતી પાકો માં ભારે નુકશાન ની ભીતિ છે