હાલોલના ધનકુવા પંચાયતના અરેઠી ફળીયાના નાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાએ જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અરેઠી ફળીયાના વિદ્યાર્થીઓ દરરોજ કાદવ અને કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થઈને શાળાએ પહોંચે છે.વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ કઠિન બની જાય છે જેના કારણે વિદ્યાર્થીઓને પડી જવાની તેમજ ઇજાગ્રસ્ત થવાની ભીતિ રહે છે.જેને લઈને સ્થાનિક ધ્વારા આજે શુક્રવારે સવારે 11 કલાકે પોતાની પ્રતિક્રિયા આપી હતી