એસ ટી બસ સુરત થી વ્યારા તરફ બસ જતી હતી. દરમિયાન નાડીદા ગામ ની સિમમાં બસ ના ચાલકે સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. બસ માં મુસાફરો પણ મોટી સંખ્યા માં હતાં. બસ પલટી મારતાં ચાર રસ્તા ખાતે ચાલતા નવરાત્રી આયોજનનું ભૂમિપૂજન ચાલતું હતું ત્યાંથી તમામ મહાનુભાવો સહિત આગેવાનો સ્થાનિકો સાથે સૌ મદદ માટે દોડી આવ્યા હતાં. અને બસનો કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એસ ટી બસ ચાલક નશા ની હાલત માં બસ ચલાવતો હોવાનું મુસાફરો નું નિવેદન આવ્યું.