This browser does not support the video element.
પેટલાદ: નગરપાલિકા હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ, વિવિધ કામો મંજૂર કરાયા,સફાઈ કામદારના પગારમાં વધારો કરાયો
Petlad, Anand | Sep 8, 2025
પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભામાં 8 કામોને સર્વાનુમતે મંજૂર કરાયા છે.જન્મ મરણના તાત્કાલિક દાખલા વધારાની ફી અને કોમર્શિયલના વિવિધ વેરા વધારાના કામ મુલતવી રાખ્યા છે. પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને અને ઉપપ્રમુખ મનિષાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.