ગયા 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ભારે વરસાદ થતાં નદીઓમાં નદીમાં પાણીની આવક થઈ હતી જેથી દાતા તાલુકાના મંડાલી ગામ પાસે સાબરમતી નદીમાં આઠ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા મામલતદાર કચેરીએ જાણ થતા એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તમામ આઠ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા