પાટડીના નગરપાલિકા હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ. ધારાસભ્ય પી.કે. પરમાર, રાજભા ઝાલા, વિરલભાઈ સોની સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સેવા પખવાડિયાના ઇન્ચાર્જ સોનાજી ઠાકોરે 15 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી. મોદીના જન્મદિવસથી ગાંધી જયંતી સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. કાર્યકર્તાઓને આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.