ગુજરાત કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાત વાડો - કાઇ કરાટે ડો એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ઇન્ટર સ્કૂલ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ખો - ખો, કબડ્ડી, યોગ અને સ્કેટિંગ જેવી રમતોમાં 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અજીતસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.