અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય, કલેકટર તથા ડીડીઓ દ્વારા અચાનક (સરપ્રાઈઝ) ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં નાગરિકોને મળતી આરોગ્ય લક્ષી સુવિધાઓની સ્થિતિ જાણવા પ્રયાસ કરાયો હતો. દર્દીઓને સારવાર, દવાઓ તથા અન્ય સુવિધાઓ સમયસર મળી રહે છે કે નહીં તે અંગે સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી.