અમદાવાદના નારોલ વિસ્તારમાં એક્ટિવા લઈને જઈ રહેલાં દંપતીને પાણી ભરેલા ખાડાને કારણે વીજકરંટ લાગતાં બંનેનાં મોત થયાં. ત્યારે બુધવારે 5 વાગ્યાના જે દ્રશ્યો સામે આવ્યા છે.. જેમાં જે જગ્યા ઉપર ઘટના બની હતી ત્યાં સ્ટ્રીટલાઈટના પોલ તૂટી ગયેલા જોવા મળ્યા. મટન ગલી રોડ ઉપર તપાસ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને સ્ટ્રીટલાઈટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.