બુધવારના 12:30 કલાકે આરોગ્ય અધિકારી આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં વરસાદની પેટર્ન બદલાવાને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 814 ટીમો બનાવી છે. આ ટીમો ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી રહી છે. જિલ્લામાં 480 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાણીનો ભરાવો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે બિલ્ડરો અને બાંધકામ સાઇટ સંચાલકોને નોટિસ પાઠવી છે.