વાવફળિયામાં રોહિતવાસ પાસે અચાનક મકાનમાં શોર્ટશર્કિટને લઈને વિકરાળ આગ લાગવાની ઘટના સર્જાઈ. અહીં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના લોકો વસવાટ કરતા હોઈ તે સૌ દ્વારા ચાલુ વરસાદમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાની કોશિષ કરાઈ હતી. આસ પાસ રહેતા રહીશો દ્વારા ફાયરબ્રિગેડ ટીમ, મીડિયા તૅમજ પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરાઈ હતી. જેને લઈને આગની જાણ થતા મોટી સંખિયામાં લોકો તૅમજ ફાયરબ્રિગેડની વાન સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મહાજહેંમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.