અંકલેશ્વરની પંચાતી બજાર માં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૈનોનો પવિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે પર્યુષણ પર્વના પાંચમાં દિને અંકલેશ્વર શહેર ની પંચાતી બજાર માં આવેલ જૈન દેરાસર ખાતે સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવ્યું હતું.